ધ્રાંગધ્રાના માલવણ પાસેના એનએસી સોલારમાં બે સર્વે નંબરની ફોરેસ્ટ વિભાગની એનઓસી નહીં હોવા છતાંય જમીનને સોલાર પ્લાન્ટમાં ઉપયોગ માટે લેવા સાથે સરકારી જમીન તેમજ પાણીના વહેણની જમીનમાં પણ દબાણ કરાતા આખરે જિલ્લા પંચાયત સદસ્યએ કલેકટરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.


માલવણ પાસે એનએસી સોલાર પ્લાન્ટ સ્થપાયો છે. જેઓએ 1200 એકરમાં 250 સર્વે નંબરમાં સોલાર પ્લાન્ટ બનાવ્યો છે. પ્લાન્ટ માટે એશીયાનું એકમાત્ર ઘુડખર અભ્યારણ આવેલુ છે એને અડીને આ જગ્યા લીધી છે. 250 સર્વે નંબરનો કુલ 1200 એકર વિસ્તાર સમાયેલો છે. જે જમીન અભ્યારણ અને ઇકો સેન્સેટીવ ઝોનમાં આવેલી હોવાથી ફોરેસ્ટ વિભાગમાં એનઓસી માંગી હતી. ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા અપાયેલી એનઓસીમાં સર્વે નં. 1171/1172/18 અને 1171/1172/19 સિવાયની જમીનમાં એન.ઓ.સી.આપ્યાનો ઉલ્લેખ છે. કારણ મુખ્ય વન સંરક્ષકની તપાસમાં આ બંને સર્વે નંબર ઘુડખર અભ્યારણ વિસ્તારમાં આવેલ હોવાથી એનઓસી અપાય એમ નથી. તેમ છતાં કંપની દ્વારા બંને સર્વે નંબરમાં પણ સોલાર પ્લાન્ટ ઉભો કરી દેવાયો હોવાની અને સરકારી જમીનમાંથી પસાર થતા વહેણ વાળી જગ્યામાં પણ દબાણ કર્યાની સુરેન્દ્રનગર જિ. પં.ના સદસ્ય પપ્પુભાઇ ઠાકોરે કલેકટરને રજૂઆત કરી છે. હવે આ ગંભીર મામલે જિલ્લા કલેકટર શું કાર્યવાહી કરે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: