સુરેન્દ્રનગર એલસીબી ટીમે ધ્રાંગધ્રા તાલુકાના રાજપર અને મુળી તાલુકાના કળમાદ ગામે દારૂની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં દારૂ-બીયર સહિત રૂપીયા 59,348નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બનાવની ફરિયાદ નોંધી 2 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે.


સુરેન્દ્રનગર એલસીબી ટીમના એ.એ.મલેક, દશરથભાઈ સહિતનાઓને ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતો સીંધા દશરથભાઈ સજાણી તેના રહેણાક મકાને વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સીંધા સજાણી વિદેશી દારૂની 7 બોટલ અને બીયરના 11 ટીન મળી કુલ રૂપીયા 23,400ના મુદ્દામાલ સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછ કરાતા આ દારૂ હળવદના લેમન ભરવાડ પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. લેમન ભરવાડને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે સુરેન્દ્રનગર એલસીબી ટીમના અજયસિંહ ઝાલા, અશ્વીનભાઈ, મેહુલભાઈ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન મુળી તાલુકાના કળમાદ ગામે રહેતો ભાભલુ ભીખુભાઈ કરપડા તેની સીમવાડીમાં વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે વાડીમાં આવેલ ઝુંપડી પાસે રેતીના ઢગલામાંથી વિદેશી દારૂની 209 બોટલ કિંમત રૂપીયા 35,948નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી ભાભલુ કરપડા સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એચસી પી.એન.ઝાલા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: