સુરેન્દ્રનગર (બ્યુરો) : સુરેન્દ્રનગર એલસીબી ટીમના લક્ષ્મણસિંહ ઝાલા સહિતનાઓને મૂળીના જસાપર ગામની સીમમાં વોકળાના કાંઠે પડતર જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠીની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં દારૂ બનાવવાનો આથો 1600 લીટર કિંમત રૂપીયા 40 હજારનો જપ્ત કરાયો હતો. આ અંગે આરોપીઓ મુળીના શકિતપરામાં રહેતા જયેન્દ્રસિંહ ઉર્ફે જીગો અનીરૂધ્ધસિંહ જાડેજા અને મહેશ ઉર્ફે ટકો ધનાભાઈ કમેઝળીયાને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો