જોરાવરનગર પોલીસના મેહુલભાઈ પાણકુટા સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન વઢવાણ તાલુકાના લટુડા પાસે એક શંકાસ્પદ ક્રેટા કાર નજરે પડી હતી. જેમાં તપાસ કરાતા ચાલક કચ્છના બાપાલાલ રણછોડજી જાડેજા અને લટુડાનો ભરત વેલશીભાઈ કલોતરા નશો કરેલી હાલતમાં પકડાયા હતા. જયારે કારમાંથી રૂપીયા 650ની 1 દારૂની બોટલ પણ મળી આવી હતી. જયારે પાણશીણા પોલીસના એન.એચ. ઝાંપડીયા સહિતનાઓએ લીંબડી તાલુકાના ખંભલવાથી કટારીયાના રસ્તે દારૂની 11 બોટલ કિંમત રૂપીયા 7165 સાથે ખંભલાવના મનહરસિંહ વિક્રમસિંહ ઝાલાને ઝડપી લીધો હતો. બીજી તરફ ધજાળા પોલીસને ગરાંભડી ગામે રહેતો મહેશ ભનાભાઈ રંગપરા તેના રહેણાક મકાને દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મહેશ રંગપરા દારૂની 11 બોટલો, 48 ચપલા અને બાઈક સહિત રૂપીયા 34,217ની મત્તા સાથે પકડાયો હતો. આ ઉપરાંત ચોટીલા ડીવાયએસપી એસ.એસ.ભદોરીયાની સ્કવોડને ડાકવડલા ગામે રહેતો અરજણ રામાભાઈ રાઠોડ તેના ઘર પાસે બાવળમાં વિદેશી દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળત રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે દારૂના 144 ચપલા કિંમત રૂ. 21,600ના જપ્ત કરી હતી.
