સાયલા તાલુકામાં બૂટલેગરો દ્વારા પોલીસની આંખમાં ધૂળ નાખી પરપ્રાંત માંથી ઝાલાવાડમાં દારૂ ઘુસાડવાના નવા કારસ્તાન નો પર્દાફાસ થતા ચકચાર મચી જવા પામી છે.દારૂના ધંધાર્થી બૂટલેગરો દ્વારા બાળકોને લગતી શૈક્ષણિક સામગ્રી,પુસ્તકો, સ્ટેશનરી સહિતની વસ્તુઓના પાર્સલો ની આડમાં છુપાવીને લવાયેલ દારૂનો જથ્થો કંસાલા - ચોરવીરાની સીમ વીડીમાં કટીંગ કરાઇ તે પહેલા જ સાયલા પીઆઇ વાય.જી.ઉપાધ્યાય તથા તેમની ટીમે ઓચિંતો છાપો મારતાં દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો.
વિદેશી દારૂનો વેપલો ચલાવતા આરોપીઓ એ સ્ટેશનીરી સામાનના પાર્સલોની આડમાં છુપાવેલો 405 પેટી જેટલો હજારો બોટલ દારૂનો જથ્થો પોલીસના હાથે ચડી ગયો હતો જ્યારે બૂટલેગરો અંધારાનો લાભ લઇ નાશી છુટયા હતા.સાયલા પોલીસ દ્વારા આ મામલે આરોપીઓ ની શોધખોળ હાથ ધરી આ જથ્થો કોણે મોકલ્યો હતો, કોણેમંગાવ્યો હતો..આ કારસ્તાન માં અન્ય કેટલા લોકો સામેલ છે તે બાબતે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે ઝાલાવાડ માં શિક્ષણ ને લગતા સામાનની આડમાં દારૂનો જથ્થો ઘૂસાડવાનો કદાચ પ્રથમ બનાવ હોવા સાથે બૂટલેગરો નો નવો કીમિયો ઉજાગર થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.










