ચૂડા પોલીસે બાતમીને આધારે પાંજરાપોળના રસ્તે આવેલ વાડીમાં દારૂની રેડ કરી હતી. જેમાં કપાસની સાંઠીઓ નીચે સંતાડેલ દારૂના 95 ચપલા કિંમત રૂ. 1.11 લાખના મળી આવ્યા હતા.
ચૂડા ઈન્ચાર્જ પીઆઈ એન.એ.ડાભી સહિતની ટીમને પેટ્રોલિંગ દરમીયાન ચુડાનો અજયસિંહ ઉર્ફે બાબુભાઈ ભુપતભાઈ મસાણી પાંજરાપોળ જવાના રસ્તે આવેલ તેની વાડીએ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે વાડીમાં તપાસ કરતા કપાસની સાંઠીઓ નીચેથી વિદેશી દારૂના 95 ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂપીયા 1,11,400નો દારૂ જપ્ત કરી ચુડા પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધી છે. આરોપી અજયસિંહ મસાણીને ઝડપી લેવા વધુ તપાસ ચુડા પોલીસ ચલાવી રહી છે.










