સુરેન્દ્રનગર જિલ્લામાં ધો. 10 અને ધો. 12ના પરિણામો પરિણામો બાદ ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ શૈક્ષણીક સંસ્થાઓમાં જાતી દાખલા, આવકના દાખલા, ક્રીમીલેયર સર્ટીફીકેટ સહિતના દાખલાઓની વિદ્યાર્થીઓને જરૂર પડતી હોય છે. આ ઉપરાંત સરકારની વીવીધ યોજનાઓમાં શીષ્યવૃત્તી લેવા માટે પણ દાખલાઓની જરૂરીયાત રહે છે. ત્યારે સુરેન્દ્રનગર કલેકટર કચેરી કેમ્પસમાં આવેલ સીટી મામલતદારની કચેરી બહાર વીવીધ દાખલાઓ કઢાવવા વિદ્યાર્થીઓ અને વાલીઓએ લાંબી લાઈનો લગાવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: