સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની દ્વારકાધીશજીની હવેલી ખાતે દિવાળી અને નુતન વર્ષના તહેવારોને લઈને તા. 5-11-26ને રમા એકાદશીથી તા. 11-11-26 ભાઈબીજ સુધી હાટડીમાં પ્રભુજીના દર્શનનું આયોજન કરાયુ છે. જેમાં તા. 10મીને બેસતા વર્ષે અન્નકુટ દર્શન અને તા. 11મીને ભાઈબીજે ખીચડી ખેલ યોજાશે. દરરોજ સવારે મંગળા, શણગાર, બપોરે રાજભોગ, સાંજે ઉત્થાપન, ભોગ સંધ્યા અને રાત્રે શયનના મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન કરી પાવન બની રહ્યા છે.
