પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગરીબોને ઘરનું ઘર મળે તે માટે એફોર્ડેબલ હાઉસીંગ મીશન અંતર્ગત કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં મનપાના નાયબ કમીશ્નરે શહેરના બીલ્ડરો અને વીવીધ બેંકના મેનેજર્સ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પોતાની માલીકીના પ્લોટમાં મકાન બનાવવા સરકાર રૂપિયા 4 લાખ સુધીની સબસીડી આપશે તેમ જણાવાયુ હતુ.


નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અમલમાં આવી છે. જેમાં એફોર્ડેબલ હાઉસીંગ મીશનમાં ઈન-સીટુ રીડવેલોપમેન્ટ એટલ કે, ઝુંપડપટ્ટીમાં રહેતા શહેરી ગરીબોને પાકા આવાસ પુરા પાડવામાં આવે છે. જેમાં ખાનગી ભાગીદારી અને બેંક દ્વારા સબસીડી વાળી લોન અપાય છે. ત્યારે સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં એફોર્ડેબલ હાઉસીંગ મીશન અંતર્ગત ગરીબોને ઘરનું ઘર મળે અને સામાન્ય પરિવારો પણ તેમાં પોતાનું મકાન બનાવી શકે તે માટે બેઠક યોજાઈ હતી. મનપાના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં નાયબ કમીશ્નર ગૌતમ મકવાણા, બીલ્ડર એસોસીયેશનના પ્રમુખ કે.સી.શાહ, ગોપાલભાઈ પટેલ, નરેન્દ્રભાઈ શાહ, લાલાભાઈ ગમારા, હિતેશભાઈ નાયકપરા, સાવનભાઈ, મેહુલભાઈ ચૌહાણ સહિત વીવીધ બેંકના મેનેજર્સ ઉપસ્થીત રહ્યા હતા. જેમાં મનપા વીસ્તારમાં પોતાની માલીકીના પ્લોટમાં લોકોને મકાન બનાવવુ હોય તો રૂપિયા 4 લાખ સુધીની સરકાર સબસીડી આપશે તેમ જણાવ્યુ હતુ. આ નીર્ણયથી શહેરમાં નાના માણસોને ઘરનું ઘર બનાવવુ સરળ થશે અને નાના પ્લોટની ઘરાકી નીકળશે તેમ બીલ્ડરોએ જણાવ્યુ હતુ. બીજી તરફ કોઈને જર્જરીત મકાન હોય તો તેને જમીનદોસ્ત કરીને પણ મકાન બનાવવા આ સહાય મળનાર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: