મુલ્ય આધારીત શિક્ષણના ભાગરૂપે લીંબડી કેળવણી મંડળ સંચાલીત એસ.એમ.દવે હાઈસ્કૂલના છાત્રોમાં ઉત્તરાયણ પર્વે જાગૃતત કેળવવા માનવ સાંકળનું આયોજન કરાયુ હતુ. જેમાં છાત્રોએ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા, ગગનવિહારી વિહંગોને ધ્યાને લઈ વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ચગાવવા અને દાન-પુણ્ય કરવાના શપથ લીધા હતા. આ તકે શાળાના આચાર્ય ડો. હિતેશ પંડયા સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: