સુરેન્દ્રનગર : ચુડા તાલુકાના જોબાળા ગામે રહેતા જગદીશભાઈ કાલીયા ખેતી કરે છે. તેમનો ધો. 9મા અભ્યાસ કરતો 14 વર્ષીય પુત્ર કુલદીપ કાલીયા તા. 6ઠ્ઠીના રોજ મોડી સાંજે મિત્રો સાથે ગામના તળાવમાં ન્હાવા ગયો હતો. જેમાં કુલદીપ તળાવના ઉંડા પાણીમાં ગરક થતા મિત્રોએ બુમાબુમ કરતા તળાવ નજીક રહેતા હસમુખભાઈ ચેખલીયા દોડી આવ્યા હતા. અને તેઓએ તળાવમાં છલાંગ લગાવી કુલદીપના મૃતદેહને બહાર કાઢયો હતો. બનાવની જાણ ચૂડા પોલીસને થતા મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને લઈ જવાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો