લખતરના તલસાણામાં રહેતા પરિવારની 29 વર્ષીય મુકબધીર દિકરી ગુમ થઈ હતી. આ અંગે લખતર પોલીસમથકે ગુમ નોંધ થતા પોલીસે તપાસ આદરી હતી. જેમાં યુવતીએ ચોટીલાના ચીરોડા (ઠાંગા)ના મુકબધીર યુવક સાથે લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યુ હતુ. લખતર તાલુકાના તલસાણા ગામે રહેતી 29 વર્ષીય નંદુબેન ભુપતભાઈ કોઠારીયા મુક બધીર છે. તા. 27-1ના રોજ રાતથી તા. 28-1ના રોજ સવાર સુધીમાં તેઓ ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલ્યા ગયા હતા. પરીવારજનોએ તપાસ કરતા નંદુબેન ન મળી આવતા અંતે તા. 2 માર્ચના રોજ લખતર પોલીસ મથકે નંદુબેનના કાકા રણછોડભાઈ રામજીભાઈ કોઠારીયાએ તેઓ ગુમ થયાની જાણવા જોગ નોંધાવી હતી. જેમાં નંદુબેન તેમની સાથે આધારકાર્ડ, જન્મનું પ્રમાણપત્ર સહિતના કાગળોની ફાઈલ પણ લઈ ગયા હોવાનું જણાવાયુ હતુ. આ અંગે લખતર પીઆઈ વાય.પી.પટેલના માર્ગદર્શનથી સ્ટાફના એન.જે.કાસેલા સહિતનાઓએ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં ગુમ થનાર મહત્વના દસ્તાવેજો લઈ ગયા હોવાથી તેઓએ લગ્ન કરેલ હોવાની શંકા પ્રબળ બની હતી. જેમાં અન્ય મુક-બધીરોને ગુમ થનારના ફોટા સહિતની વિગતો દર્શાવતા તેણે ચોટીલા કોઈ સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યુ હતુ. આથી સુરેન્દ્રનગર સ્થીત ડી.એસ.પારેખ બહેરા મુંગા શાળામાં આચાર્ય મહમદનઈમ અલીમહમદ પટેલ પાસે તપાસ કરાવતા ચોટીલાના ચીરોડા (ઠાંગા) ગામના મુકબધીર શૈલેષ રૂડાભાઈ ઓતરાદી સાથે નંદુબેનને લગ્ન કરી લીધા હતા. જયાંથી બન્નેનું નંદુબેનના વાલી સાથે મિલન કરાવાયુ હતુ.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: