સુરેન્દ્રનગર : મૂળી તાલુકાના ગઢાદ ગામે ગ્રામજનોને અપાતુ નર્મદાનું પાણી છેલ્લા ઘણા સમયથી બંધ છે. ત્યારે હાલ ગ્રામજનોને પૈસા ખર્ચીને પાણી લેવાની ફરજ પડી રહી છે. આ અંગે ગઢાદના ગ્રામજનોએ તા. 10-6ના રોજ મુળી મામલતદારને લેખીત રજુઆત કરી હતી. જેમાં નર્મદાનું પાણી તાકિદે શરૂ કરવા માંગ કરાઈ હતી. જયાં સુધી નર્મદાનો પાણી પુરવઠો નિયમીત ન મળે ત્યાં સુધી ગામમાં પીવાલાયક પાણીના ટેન્ડરો દોડાવવા રજુઆત કરાઈ છે. પાણી જેવી જીવનજરૂરીયાતની ચીજો તાત્કાલીક ન મળે તો ગ્રામજનોએ લોકશાહીના રસ્તે કાર્યક્રમોની ચીમકી પણ આપી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: