દસાડા તાલુકામાં લઘુમતી સમાજ કોંગ્રેસની મોટી વોટબેંક માનવામાં આવે છે. ત્યારે તા. 17મીના રોજ રાત્રે બજાણા જિલ્લા પંચાયત બેઠકના ઉદ્દઘાટન સમયે ગામડાઓના સરપંચ સહિત 100થી વધુ લઘુમતી સમાજના કાર્યકરો કોંગ્રેસને બાયબાય કહી ભાજપમાં ભળતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. જિલ્લા પંચાયતની દસાડા તાલુકામાં આવતી સવલાસ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી વિક્રમભાઈ રબારીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભાજપનો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસનો મોટો ઝાટકો લાગ્યો હતો. ત્યારે દસાડા તાલુકામાં કોંગ્રેસને વધુ એક જોરકા ઝટકા ધીરે સે લગે તેમ 100થી વધુ લઘુમતી સમાજના કાર્યકરો ભાજપમાં ભળ્યા છે. વધુમાં મળતી માહિતી મુજબ દસાડા તાલુકાની બજાણા જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયનું તા. 17મીના રોજ રાત્રે ઉદ્દઘાટન કરાયુ હતુ. જેમાં દસાડા તાલુકાના અખીયાણા, ખેરવા, સેડલા, માલવણના 100થી વધુ લઘુમતી સમાજના કાર્યકરોએ કોંગ્રેસને બાય બાય કહી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેના લીધે કોંગ્રેસમાં મોટુ ભંગાણ થયુ છે. સેડલા ગામના સરપંચ મોહબતખાન રવાજીખાનમલેક, અખીયાણા સરપંચ અબ્બાસખાન, નિવૃત પીઆઈ નસીબખાન, કાળુખાન, મલેક, યુનુસખાન મલેક, કરીમખાન મલેક સહિતનાઓને ધારાસભ્ય પી.કે.પરમાર, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દીલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, પીપળી મહંત મુખી મહારાજ સહિતનાઓએ કાર્યકરોને ભાજપમાં આવકારી ખેસ પહેરાવ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: