સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકાના સોમાસર ગામના 60થી વધુ પરિવારો પોતાની આવડત અને પરિશ્રામ થકી હસ્તકલા ક્ષેત્રે નવી કેડી કંડારી પટોળા કલાને જીવંત રાખી રહ્યા છે. 3થી 4 વ્યકિતઓ દ્વારા 15થી 20 દિવસની કલાત્મકતા અને શ્રામ બાદ એક પટોળુ તૈયાર થાય છે. એક પટોળાની કિંમત રૂ. 10 હજારથી લઈને રૂપીયા 3 લાખ સુધીની હોય છે. અગાઉ પટોળાનું વેચાણ સમીતી હતુ પરંતુ હવે સરકાર દ્વારા દેશભરમાં વીવીધ પ્રદર્શન કમ વેચાણ મેળાઓ થતા સોમાસરના પટોળા દેશના ખુણે ખુણે પહોંચ્યા છે. છેલા જી..રે, મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો..આ લોકગીતમાં પ્રીયતમા પોતાના પ્રેમીને પાટણના પ્રખ્યાત પટોળા લાવવાનું કહે છે. જે પટોળાની લોકપ્રીયતા દર્શાવે છે. પરંતુ હવે આ શબ્દો માત્ર પાટણ પુરતા સીમીત રહ્યા નથી. આજે રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ છે. ત્યારે ઝાલાવાડના પાટનગર સુરેન્દ્રનગરથી 30 કિલોમીટર દુર આવેલા મૂળી તાલુકાના સોમાસર ગામના 60થી વધુ પરિવારો પટોળાની કલાને આગળ ધપાવી રહ્યા છે. છેલ્લા પપ વર્ષથી આ કલા સાથે જોડાયેલા સોમાસર ગામના વિઠ્ઠલભાઈ વાઘેલાના જણાવાયા મુજબ પટોળા શબ્દ સંસ્કૃતના પટ્ટકુલ્લા શબ્દમાંથી આવ્યો છે. લીંબડીની સર જે. હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયેલા વિઠ્ઠલભાઈએ ર માસની ટુંકી સેવા બાદ પુર્વજોની આ કલા સાથે જોડાવાનો નીર્ણય કર્યો હતો. નજીવી મુડી, વીજળી, પાણી, કાચો માલ સહિતના મર્યાદીત સંશાધનો સાથે શરૂ થયેલ આ યાત્રા આજે વિશ્વ ફલક પર પહોંચી છે. વિઠ્ઠલભાઈના જણાવાયા મુજબ પટોળાએ માત્ર કાપડ નથી. તે આપણી ધરોહર છે. પટોળાના વેચાણ માટે પહેલા મર્યાદીત સ્ત્રોતો હતા. પરંતુ હવે સરકાર દ્વારા યોજાતા વેચાણ મેળાઓમાં મોટાભાગના ઉત્પાદનો વેચાય જાય છે. જેનાથી ભાંગી પડેલો પટોળાનો વ્યવસાય ધબકતો થયો છે.
