સુરેન્દ્રનગર (બ્યુરો) : સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પગલે વહીવટી તંત્ર સાબદુ બન્યુ હતુ. પરંતુ શુક્રવારે દિવસભર મેઘરાજાએ રાહ જોવડાવ્યા બાદ સાંજે પધરામણી કરી હતી. જેમાં શુક્રવારે સાંજે 4 થી 6ના સમય દરમીયાન જિલ્લાના દસાડા તાલુકામાં 19 અને લખતરમાં 13 મીમી વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર શહેરમાં પણ મેઘાવી માહોલ જોવા મળતો હતો. બીજી તરફ જિલ્લા કલેકટરે સતત બીજા દિવસે તા. 1-8ને શનિવારે પણ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી છે. અને અધીકારીઓને હેડ કવાર્ટરમાં રહેવા સુચના આપી છે. જયારે કચ્છના નાના રણમાં અગરીયાઓને ન જવા અપીલ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો