સુરેન્દ્રનગર મહાનગરપાલીકાને શહેરમાં વિકાસના કામો કરવા રાજય સરકાર દ્વારા કરોડો રૂપીયાની ફાળવણી કરાઈ છે. ત્યારે શહેરના ઉપાસના સર્કલથી ભકિતનંદન સર્કલ તરફ જવાના રસ્તે ભકિતનંદન સર્કલ નજીક હાલ રસ્તા પર મસમોટા ખાડા કરી દેવાયા છે. છેલ્લા 20 કરતા વધુ દિવસથી આ ખાડા કરાયા બાદ કામગીરી આગળ વધતી નથી. જેને લઈને આ રસ્તેથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફનો રસ્તો જ ખુલ્લો રહેતા અવારનવાર ટ્રાફીક જામના દૃશ્યો સર્જાય છે. જેમાં ગઈકાલે જ એક કાર વીજ પોલ સાથે અથડાવાનો પણ બનાવ બન્યો હતો. ત્યારે મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવતા વીકાસના કાર્યો વહેલી તકે પુર્ણ કરાય તેવી લોકમાંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો