સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે મુસ્લીમ ધર્મના પવીત્ર તહેવાર મહોરમ પર્વની ઉજવણી કરાઈ હતી. શહેરના રાજમાર્ગો પરથી તાજીયા જુલૂસ નીકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ આગેવાનો અને યુવાનો યા..હુસેનના નાદ સાથે જોડાયા હતા.


કરબલાના મેદાનમાં સચ્ચાઇ માટે હજરત ઇમામ હુસેને પોતાના 72 સાથીઓ સાથે શહાદત વ્હોરી હતી. ત્યારથી મુસ્લિમ ધર્મમાં મોહરમ પર્વની ઉજવણી કરાય છે. ત્યારે તા. 26મી જુનને શુક્રવારે મોહરમ પર્વની સમગ્ર ઝાલાવાડમાં મુસ્લીમ બીરાદરોએ ઉજવણી કરી હતી. ગુરૂવાર રાતથી યુવાનો તાજીયાને શણગારવામાં લાગી ગયા હતા. અને શુક્રવારે બપોરે તાજીયા પડમાં આવ્યા હતા. સાંજના સમયે તાજીયા ઝુલુશ શહેરની બજારોમાં ફર્યા હતા.

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સહીત જિલ્લાભરમાં અંદાજે 50થી વધુ સ્થળોએ નાના-મોટા તાજીયા ઝુલુશનું આયોજન કરાયુ હતુ. જેમાં શહેરના ઘાંચીવાડ, રતનપર, લક્ષ્મીપરા, નુરે મહમદ સોસાયટી, વઢવાણની કસ્બા શેરીમાં નીકળતા તાજીયામાં મોટી સંખ્યામાં મુસ્લીમ બીરાદરો જોડાયા હતા. રસ્તા પર ઠેર ઠેર મંડપ નાંખી ઠંડુ પીવાનું પાણી, ચા અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. માતમના પર્વ એવા મહોરમ પર્વે મુસ્લીમ સમાજની મહીલાઓએ મરશીયા પણ ગાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: