સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા પ્રતીબંધીત સીંગલ યુઝ પ્લાસ્ટીકને નેસ્તનાબુદ કરવા અભિયાન હાથ ધરાયુ છે. જેમાં મહેતા માર્કેટ અને માવા બનાવતી કંપનીઓમાં રેડ કરાઈ હતી. અને મોટી માત્રામાં પ્લાસ્ટીક જપ્ત કરી દંડ ફટકારાયા છે.


સુરેન્દ્રનગર શહેરમાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના ભાગરૂપે મહાનગરપાલીકાના કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણે દ્વારા પ્રતીબંધીત સીંગલ યુઝ પ્લાસ્ટીકને સંદતર નેસ્તનાબુદ કરવા સુચના અપાઈ છે. જેમાં મનપાની સેનીટેશન અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા છેલ્લા થોડા દિવસથી તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે શનીવારે સવારથી જ મનપાની ટીમો મહેતા માર્કેટમાં પહોંચી હતી. જેમાં ઈન્ડીયા એજન્સીમાંથી 1 હજાર કિલોથી વધુ અને જય અંબે પ્લાસ્ટીકમાંથી 800 કિલોથી વધુ પ્રતીબંધીત પ્લાસ્ટીક જપ્ત કરાયુ હતુ. આ ઉપરાંત જોરાવરનગરના પ્રીન્સ માવામાં 30 કિલોથી વધુ માવાના કાગળ જપ્ત કરી 10 હજારનો દંડ કરાયો છે. બીજી તરફ વિક્રાંત ચુનામાં પણ રેડ પડી હતી. જયાંથી 20 કિલો સીંગલ યુઝ પ્લાસ્ટીક પકડી 20 હજારનો દંડ ફટકારાયો છે. મનપાની ટીમે સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ સંપુર્ણ પણે ટાળવા અને સુરેન્દ્રનગરને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થવા લોકોને અપીલ પણ કરી છે. જયારે નીયમ પાલન ન કરનાર તત્વો સામે કડક કાર્યવાહી જારી રહેવાના એંધાણ પણ આપ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: