સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં મનપાના કમીશ્નર ડો. નવનાણ ગવ્હાણેની સુચનાથી આરોગ્ય અને ફુડ સેફટી ઓફીસરની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લારી, ગલ્લા, નાના ફુડ આઉટલેટસમાં તપસ કરાઈ હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમા મનપાની ટીમ ફરી હતી. અને મયંક નાસ્તા હાઉસ, ચામુંડા ભેળ સેન્ટર, કે.લાલ દાબેલી એન્ડ ફાસ્ટ ફુડ, ખોડીયાર છોલે ભટુરે, અન્નપુર્ણા ભેળ પકોડી, આસ્તા ફુડ એન્ડ કોલ્ડ્રીંકસમાંથી ભજીયા, બેસન, પાણીપુરીનું પાણી, મસાલા સીંગ, શબ્જી, સેવ, ફુદીનાના ગાંઠીયા, ખમણ સહિતના 15 નમુના લેવાયા હતા. આ નમુના પૃથ્થકરણ માટે મોકલાયા છે. જો તેમાં ભેળસેળ માલુમ પડશે તો વેપારી સામે ફુડ સેફટી સ્ટાન્ડર્ડસ એકટ-2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મનપા દ્વારા આવી રીતે આકસ્મીક ચેકીંગ આગામી દિવસોમાં પણ શરૂ રહેનાર હોવાનું જાણવા મળ્યુ છે.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા









