સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ કરતા વધુ સમય થયો છે તેમ છતાં શહેરમાં તકલાદી કામગીરી થયું હોય તેમ છાશવારે રહેણાંક તેમજ મુખ્ય બજાર વિસ્તારમાં પાણીની લાઈનો લિકેજ થાય છે. શહેરના 80 ફુટ રોડ પર અવારનવાર સર્જાતી સમસ્યા બાદ બુધવારે સવારના સમયે જોરાવરનગર શાક માર્કેટ વિસ્તારમાં પાણીના વારા સમયે અચાનક લાઈન લીકેજ થઈ હતી. જેને લઈને રસ્તાઓ પર ચીક્કાર પાણી ભરાયા હતા. અને શાકભાજીના વિક્રેતા તથા શાકભાજી લેવા આવનાર મહિલાઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. શહેરના છેવાડાના વિસ્તારોમાં ભર શિયાળે પાણીની બુમરાણ ઉઠે છે. ત્યારે અન્ય વિસ્તારોમાં આવી રીતે લીકેજ પાણીની લાઈનથી હજારો લીટર પાણીનો વેડફાટ પણ થાય છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: