આ પ્રક્રિયા હેઠળ ફોર-વ્હીલર વાહનોની નવી સીરીઝ GJ13CG ના તમામ નંબરો માટે ઈ-ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે વાહન માલિકો પોતાના વાહન માટે પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા હોય, તેઓએ સત્તાવાર વેબસાઈટ http://parivahan.gov.in/fancynumber પર ઓનલાઈન સી.એન.એ. (CNA) ફોર્મ ભરીને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે.

60 દિવસ સુધી ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે અરજી કરી શકશે

ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૨૦/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી શરૂ થશે અને તા.૦૫/૦૪/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૫૯ કલાક સુધી ચાલશે. ત્યારબાદ, પસંદગીના નંબર માટે હરાજીની પ્રક્રિયા તા.૦૫/૦૪/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી શરૂ થઈને તા.૦૭/૦૪/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે પૂર્ણ થશે. વાહન માલિકોએ ખાસ નોંધ લેવી કે, તેઓએ વાહનની વેચાણ તારીખ અથવા વીમા તારીખ, આ બેમાંથી જે વહેલું હોય તે મુજબ દિન-૭ માં રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જે અરજદારોએ સી.એન.એ. ફોર્મ ભરેલ હોય, તેઓ વાહનની વેચાણ અથવા વીમા તારીખથી ૬૦ દિવસ સુધી ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે અરજી કરી શકશે. નિર્ધારિત સમય મર્યાદા બહારની અરજીઓ આપોઆપ રદ કરવામાં આવશે.

ઈ-ઓક્શનના ફોર્મ સુરેન્દ્રનગર આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાના રહેશે

ઈ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ અરજદારોએ તા. ૦૮/૦૪/૨૦૨૬ ના રોજ ઈ-ઓક્શનના ફોર્મ સુરેન્દ્રનગર આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત, સફળ અરજદારોએ બિડીંગની રકમ ભરપાઈ કર્યા બાદ તેની રસીદ સાથે ૫ દિવસમાં કચેરી ખાતે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. વધુ માહિતી માટે અરજદારો આર.ટી.ઓ. કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ ખાતે સંપર્ક કરી શકે છે.


આ પણ વાંચો : Junagadh News : કેરીના રસિયાઓ માટે ખુશખબર, જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું થયું આગમન