લીઝ પર જમીન ફળવણીની ફાઇલો EDને સોંપાશે અને NA કરાયેલ જમીનોની ફાઇલોની પણ તપાસ ચાલુ છે, જમીન કૌભાંડ મુદ્દે ED અને ACB સાથે કરી રહ્યાં છે તપાસ અને શનિવાર અને રવિવારે પણ ફાઇલોની તપાસ કરાઇ છે, તમામ ફાઇલોનો ડેટા ED સમક્ષ રજૂ કરવામાં આવશે અને રાજેન્દ્ર પટેલ, ચંદ્રસિંહ મોરી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે.

કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો

ઈડીની સુરેન્દ્રનગરમાં તપાસ બાદ હવે કરોડો રૂપિયાનાં જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે ૧૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ છે. ઈડીની તપાસના આધારે એસીબીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ૪ સરકારી કર્મી સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું

તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું. આ પહેલા ઈડીએ ૧૬ કલાક સુધી તપાસ કરીને કલેક્ટરના નિવાસસ્થાનેથી ૧૦૦ થી વધુ ફાઈલ જપ્ત કરી હતી અને નાયબ મામલતદારના ઘરેથી ૬૭.૫૦ લાખની રોકડ ઝડપી હતી. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ૧ કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે.

સુરેન્દ્રનગરના કલેક્ટરને પદ પરથી હટાવી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરનો ચાર્જ સોંપ્યો હતો

સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ આઠ દિવસની રિમાન્ડ મેળવીને તપાસ માટે દીલ્હી લઈ ગયા છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે અને ઓફિસમાંથી નામ સાથે મળેલી સીટો અંગે પુછપરછ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળેલા વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ ઈડીની તપાસમાં સામેલ થવાનો વારો આવે તેમ છે.

ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરશે

ઈડીના અધિકારીઓએ દરોડા દરમ્યાન મોરી અને મોરી સાથે કામ કરતા સ્ટાફના ત્યાંથી મળેલા દસ્તાવેજોમાં કેટલા પાસેથી નાણાં મળ્યા અને કેટલાના બાકી છે તે બાબતે પણ એસીબીને જાણ કરી હોવાનું જાણવા મળે છે. એસીબીના અધિકારીઓ દ્વારા નોંધેલ ફરિયાદના આધારે સરકાર પાસે તપાસ માટે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જયારે ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરાશે.


આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા સજ્જ, ખેલ મહાકુંભ 2025માં રેકોર્ડબ્રેક 73 લાખ ખેલાડીઓની ભાગીદારી : નાયબ મુખ્યમંત્રી