જમીન NA કરી આપવાના નામે રૂપિયા પડાવવાનું કૌભાંડ ચાલતું હતુ અને જમીન NA કૌભાંડ સુનિયોજિત, સિસ્ટમેટિક કૌભાંડ : ED, રૂપિયા ન મળે તો અરજીઓમાં વિલંબ કરતા હોવાનું ખુલ્યું છે અને અરજીઓને પેન્ડિંગ રાખવા ટીમવર્કથી કામ થતું હોવાનું ખુલ્યું છે, સ્ટેમ્પ ડ્યુટી સહિતના વાંધાઓ ઉઠાવીને અરજીઓ નકારતા હતા અધિકારીઓ.


કોણે કેટલા નાણાં ચુકવવા તેની ટકાવારી નક્કી કરી હતી

ડો.રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલ જિલ્લા કલેકટર 50 ટકા

રાજેન્દ્રકુમાર કાન્તી ઓઝા નિવાસી અધિક કલેક્ટર (RAC) 25 ટકા

મયુર બળવંતરાય દવે ચિટનીશ. (મામલતદાર) 10 ટકા

ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી નાયબ મામલતદાર 10 ટકા

ઉરસિંહ દિલીપસિંહ ગોહિલ કારકુન 5 ટકા

ખાનગી વાહનમાં લાંચની રકમ સાંજે લેતા હતા

લાંચના પૈસા કલેક્ટર કચેરીના પરિસરમાં અથવા ખાનગી વાહનોમાં લેતા હતા. જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની બલેનો કારમાં અને જયરાજસિંહ ઝાલાના વાહનમાં રોકડમાં લેવામાં આવ્યા હતા. લાંચની રકમ ઓફિસ સમય પથી સાંજે ૭થી ૮ વાગ્યાની વચ્ચે લેતા હતા. આ પછી રોકડ રકમ વરિષ્ઠ અધિકારીઓને તેમના હિસ્સા મુજબ આપી દેવામાં આવતી હતી. મોરીએ સીએલયુ અરજીઓની પ્રક્રિયા કરવા બદલ લાંચ લીધી

ઈડીએ જપ્ત કરાયેલ હિસાબ શીટ્સ અને ડિજિટલ રેકોર્ડના વિશ્લેષણ

પરથી બહાર આવ્યું છે કે ગતતા ૫-૧૨-૨૦૨૪ થી ૨૫-૧૧-૨૦૨૫ દરમિયાન એકત્રિત કરાયેલ કુલ લાંચના નાણાં રૂ.૯.૭૦ કરોડથી વધુ હતા. ઈડીએ નાયબ માલમતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાંક પરિસરમાં (બીજા કિસ્સામાં) હાથ ધરાયેલી સર્ચ કામગીરી દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રૂ.૬૭.૫૦ લાખ રોકડા જપ્ત કર્યા હતા, જે મોરીએ સીએલયુ અરજીઓની પ્રક્રિયા કરવા બદલ એનએ શાખામાં એકત્રિત કરાયેલા લાંચના પૈસાનો ભાગ હોવાનું સ્વીકાર્યું હતું.

દુકાન સોનાના દાગીના પત્ની નામે ખરીદી કરવામાં આવી

સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલને મળેલી લાંચની રકમમાંથી એક ભાગ સ્થાવર મિલ્કત (દુકાન) અને સોનાના દાગીના પત્નીના નામે ખરીદવામાં આવેલ છે. આ ઉપરાંત જીવનશૈલી ખર્ચ વગેરેના સંપાદન માટે ઉપયોગમાં લેવાયો હતો.

લાંચની રકમની શિટ્સ વોટસએપમાં આપલે કરવામાં આવતી

લાંચની રકમના હિસાબોની શીટ્સ અધિકારીઓમાં વોટ્સએપ સંદેશાઓ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવી હતી અને પ્રિન્ટઆઉટ સ્વરૂપમાં જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલને આપવામાં આવી હતી. આ રીતે એકત્રિત કરાયેલી લાંચની રકમ નિશ્ચિત શેર મુજબ વહેંચવામાં આવી હતી.

લાંચ ન ચૂકવવાના કિસ્સામાં ફાઇલોને જાણી જોઈને વિલંબિત કરતા

લાંચ ન ચુકવવાના કિસ્સામાં, વહીવટી કારણોસર ફાઇલોને જાણી જોઈને વિલંબિત કરવામાં આવી હતી, જેમાં સ્ટેમ્પ ડયુટી અથવા માલિકી જેવી બાબતો અંગે ટેકનિકલ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ક્યારેક અરજી નામંજૂર પણ કરવામાં આવી હતી. ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે મયુરસિંહ દિલીપસિંહ ગોહિલ, ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી અને જયરાજસિંહ ઝાલાએ હિસાબ (લાંયની વિગતો જાળવણી) શીટ્સ જાળવી રાખી હતી જેમાં અરજી નંબરો, જમીન વિસ્તારો, માંગવામાં આવેલી અને પ્રાપ્ત થયેલી લાંચની રકમનો સમાવેશ થતો હતો.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ અસારવાની સિવિલ હોસ્પિટલના ડોકટરોએ એરગનની ગોળી અને શ્વાસનળીમાં ફસાયેલા પથ્થરને હરાવી 2 બાળકોને બચાવ્યા



  • Follow us on: