આથી આતંકવાદી હુમલાઓ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા વગર મકાન ભાડે આપવા માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.


ઘર ભાડે આપતા પહેલા ભાડા કરાર જરૂરી

આ જાહેરનામા અનુસાર, જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલાં મકાન માલિકનું નામ, ભાડે આપેલ મકાનની વિગત, કયા વિસ્તારમાં આવેલું છે તેની પૂરેપૂરી વિગત તથા કેટલા ચો.મી.માં બાંધકામ છે. મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, મકાન ભાડે આપ્યાની તારીખ તથા માસિક ભાડાની રકમ, કોઈ વ્યક્તિઓને ભાડે આપેલ છે તો તેમના પાકા નામ સરનામા ફોટા સાથે આપવા તથા મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર દલાલ/ઓળખાણ આપનાર વ્યક્તિનું નામ, સરનામું સહિતની વિગતો જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશને નિયત ફોર્મમાં ભરીને આપવાની રહેશે. આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલો, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ સહીતનાં સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજીયાત


  • Follow us on: