સુરેન્દ્રનગર જિલ્લામાં ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ હવે કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ અને તેમના તાબાના અધિકારીઓ પર કાયદાકીય સકંજો કસાયો છે. તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના રહેઠાણેથી અંદાજે 67.50 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ અને જમીન સોદાને લગતા અનેક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. આ પુરાવાઓના આધારે ED એ ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે અને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર ગુજરાતના સનદી અધિકારીઓના વર્તુળમાં હડકંપ મચી ગયો છે.


ઝાલવાડના વહીવટી તંત્રમાં ભૂકંપ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કેસ જમીન અનિયમિતતા અને બેનામી સંપત્તિ સાથે જોડાયેલો હોવાનું મનાય છે. કલેક્ટર કચેરીની એન.એ. (NA) શાખામાં ચાલી રહેલા શંકાસ્પદ વહીવટની બાતમી મળતા ED ની ટીમોએ વહેલી સવારથી જ કલેક્ટરના નિવાસસ્થાન અને કચેરી સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન મોટા પાયે નાણાકીય લેવડદેવડના પુરાવાઓ હાથ લાગતા હવે હાઈલેવલ તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ભ્રષ્ટાચારના કૌભાંડમાં વધુ મોટા માથાઓના નામ ખુલે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો : 

  • Follow us on: