સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં ગેરકાયદેસર ખનિજ સંપત્તિનું ખનન કરતા લોકો પર તવાઈ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન કરતા 4 ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા છે.

કુલ રૂપિયા એક કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરાયો

સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા વઢવાણ બસ સ્ટેન્ડ પાસેથી એક અને લીંબડી હાઈવે પર કટારિયા ચેક પોસ્ટ પરથી ત્રણ એમ ફૂલ ચાર ઓવરલોડ બ્લેકટ્રેપ ખનીજ ભરેલ ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા કુલ રૂપિયા એક કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યા છે. હાલ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.