સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના બનાવોમાં મોટો વધારો થયો છે. ત્યારે પોલીસ દ્વારા પણ સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ચોર ચોરી કરે તે પહેલા જ પોલીસે ઝડપી લીધા હતા.
એટીએમ તોડવાની ફિરાક હતી ટોળકી
ઘટનાની મળતી મહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારની આસપાસ એટીએમ તોડવાનો પ્રયાસ કરે તે પહેલા ચોટીલા પોલીસ દ્વારા પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ચોટીલા પોલીસને બાતમી મળી હતી કે, એક ટોળકી એટીએમ તોડવાની ફિરાકમાં છે. મળેલી બાતમીના આધારે ચોટીલા અને તેની આસપાસના વિસ્તારમાં એટીએમ તોડવાની ફિરાકમાં રહેલા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
