ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકોને સરળ અને સુરક્ષિત પરિવહન સુવિધા પૂરી પાડવા હેતુ માર્ગોનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), સુરેન્દ્રનગર દ્વારા આ કામગીરીના ભાગરૂપે લીંબડી તાલુકાના એન.એચ. ટુ રાસ્કા એપ્રોચ રોડનું રૂ.૭૫ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. નવા રોડ બનવાથી આજુબાજુના ગામના રહેવાસીઓને ખૂબ જ મોટી રાહત અને બહેતર પરિવહન સુવિધા મળી રહેશે.
વઢવાણ વિધાનસભાના મતદારો માટે તા. ૨૯ અને ૩૦ નવેમ્બરના રોજ વિશેષ કેમ્પનું આયોજન
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત, ૬૨-વઢવાણ વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ નોંધાવવા, સુધારા-વધારા કરાવવા અથવા નામ કઢાવવા માટે પોતાના ગણતરી ફોર્મ/દસ્તાવેજો પોતાના મતદાન મથકના બૂથ લેવલ ઓફિસર (B.L.O.) પાસે જમા કરાવવાના રહેશે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ લાયક મતદાર પોતાનો મતાધિકાર મેળવવાથી વંચિત ન રહી જાય અને યાદી સંપૂર્ણપણે ત્રુટિરહિત બને.
