સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ મજુર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો રોડ રસ્તાના કામ, ઔદ્યોગિક કામ, અન્ય બાંધકામ કે ખેતીકામ માટે બહારથી કે અન્ય રાજ્યોનાં મજુરો કામે રાખે ત્યારે તમામ વિગતો સાથેની માહિતી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે રજુ કરવા અંગે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે.ઓઝા દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.


કોન્ટ્રાકટરે આ તમામ માહિતી રાખવી જરૂરી

આ જાહેરનામાં અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈપણ મજુર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો જયારે મજુરો કામે રાખે ત્યારે નિયત ફોર્મમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં લેબર કોન્ટ્રાકટર/મુકાદમ (સપ્લાયર)નું પુરૂ નામ, સરનામું, મોબાઈલ નંબર, મજુરનું નામ, વર્ષ, મૂળ વતનનું પૂરું સરનામું, હાલની મજુરીનું સ્થળ/ કંપનીનું નામ, મજુરના વતનના સ્થાનિક પોલીસ સ્ટેશનનું નામ તથા જિલ્લો અને ટેલીફોન નંબર, મજુરના વતનના આગેવાનનું નામ, સરનામું, સંપર્ક નંબર, મજુર અગાઉ કોઈ પોલીસ ગુન્હામાં પકડાયેલ હોય તો તેની વિગત, મુકાદમે/કોન્ટ્રાકટરે મજૂરી કામ માટે ક્યારથી રાખેલ છે, ઓળખ માટેનું આઈ.ડી. પ્રૂફ(ફોટા સાથેનું), જિલ્લામાં કઈ તારીખથી મજુરી કામ કરે છે?

જાહેરનામાનો નહી થાય ભંગ

અને કઈ તારીખે જવાનો છે, જિલ્લામાં નજીકના સંબંધી હોય તો તેનું નામ, સરનામું અને સંપર્ક નંબર, હાલમાં જ્યાં રહે છે ત્યાં તેના ગામના કોણ છે, તેના નામ, સરનામા, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, નાગરિકતાના પુરાવા અન્ય પુરાવા નકલ સાથે અને અન્ય માહિતી સહીતની ફોર્મ મુજબની મજુરની સંપૂર્ણ માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે રજુ કરવા સુરેન્દ્રનગર અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જણાવાયુ છે. આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જો કોઈ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે, તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં જુના કે નવા મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓ જાણી લો આ સમાચાર નહીંતર પોલીસ નોંધી શકે છે ગુનો


  • Follow us on: