નિઃશુલ્ક કેસ ફીથી રાહતદરે દર્દીઓેને સારી સારવાર મળી રહે છે ત્યારે કર્મચારી રાજ્ય વિમા નિગમના વિમા ધારક કામદારો અને એમના પરીવારોને શ્રોષ્ઠ સારવાર મળી રહે એ માટે ગુરૂદેવ રાકેશજીના આર્શીવાદ અને સેવાના ધ્યેયથી સુરેન્દ્રનગની શ્રીમદરાજચંદ્ર સર્વમંગલ હોસ્પીટલ,સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને ધરમપુરની શ્રીમદરાજચંદ્ર સર્વમંગલ હોસ્પીટલનું ગુજરાત સરકાર અને એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ગુજરાત સાથે એમ.યુ. કરાતા હવે વિમાધારક કામદારો અને એમના આશ્રીત પરીવારજનોને સરકારી નિયમોનુસાર અને મંજૂરીના આધારે ઉંચકક્ષાની ટર્શીયરી કેર અને સુપર સ્પેશ્યીયાલીસ્ટ સારવાર કોઇ પણ નાણાકીય મર્યાદા વગર મળી રહેશે.આ એમ.ઓ.યુ.ગુજરાતના શ્રામ રોજગાર મંત્રી કુવરજીભાઇ બાવળીયાની હાજરીમાં શ્રીમદ રાજચંરદ સર્વમંગલ હોસ્પીટલ સુરેન્દ્રનગરના સી.ઇ.ઓ.ડો.શ્યામ શાહ,ઇએસઆઇસીના નિયામક હેમંતકુમાર પાંડે,ડો.વિજયકુમાર ધાડક,અસ્વીની મનોચર,સી.એફ.ઓ.ચીરાગભાઇ સહિતના સ્ટાફની હાજરીમાં કરાયુ હતુ.ગુજરાતમાં કરાયેલા 6 માંથી 2 એમ.ઓ.યુ.સુરેન્દ્રનગર અને ધરમપુરની રાજચંદ્ર સર્વમંગલ હોસ્પીટલના કરાયા હોવાથી સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લા આજુબાજુના લાખો વિમાધારક કામદાર અને પરિવારજનોને ઉચ્ચકક્ષાની સારવારનો લાભ મળશે. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પીટલના સીઇઓ ડો.શ્યામ શાહે વધુમાં જણાવેલ કે આ એમઓયુથી વિમાધારક કામદાર અને એમના પરીવારને નિયમ મુજબ હ્રદય, ઇમરજન્સી મેડીસીન, યુરોલોજી, ન્યુરોસર્જન, સીટીસ્કેન સહિતની આધુનીક સારવાર મળી રહેશે.
