સુરેન્દ્રનગર શહેરમાં પશુ હેરાફેરના કેસમાં ફરાર બે આરોપીઓને એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા છે. લીંબડીના રઘુભાઈ સીંધવ સહિતના ગૌરક્ષકો તા. 16-12ના રોજ વહેલી સવારે કારમાં મુળીથી સુરેન્દ્રનગર તરફ આવતા હતા. ત્યારે મીલ રોડ ઉપર કાંતી કોટન મીલની ખુલ્લી જગ્યામાં એક બોલેરો પીકઅપમાં 2 ગાયો નજરે પડી હતી. આથી ગૌરક્ષકો ત્યાં પહોંચતા એક શખ્સ ફરાર થઈ ગયો હતો. જયારે એ ડીવીઝન પોલીસે દોડી આવી ઝડપાયેલા મહેશ ઉર્ફે મુનો ઉકાભાઈ ગાંગડીયાને પુછતા ફરાર થનાર શખ્સ સોનુ મીયાણા હોવાનું તથા આ ગાયો વઢવાણ તાલુકાના ટુવા ગામના ભુરા વેરશીભાઈ કોળી પાસેથી લઈને મોચી બજાર પાસે સોયબને ત્યાં ઉતારવાની હોવાનું સામે આવ્યુ હતુ. આથી એ ડીવીઝન પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસના તપાસ અધીકારી પીએસઆઈ બી.કે.મારૂડા, કુલદીપભાઈ કડ સહિતનાઓએ ફરાર આરોપી મીલની બાજુની ગલીમાં રહેતા 35 વર્ષીય સોયેબ ઈબ્રાહીમભાઈ મોદન અને રીવરફરન્ટ રોડ પર ચંદુભાઈની શેરીમાં રહેતા 30 વર્ષીય રમજાન ઉર્ફે સોનુ અબ્બાસભાઈ જામને ઝડપી લીધા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: