સુરેન્દ્રનગર જિલ્લામાં શરીર સંબંધી ગુનાઓને અટકાવવા જિલ્લા અધીક કલેકટર દ્વારા હથીયારબંધીનું જાહેરનામુ બહાર પડાયુ છે. ત્યારે પોલીસે આ જાહેરનામાની અમલવારી માટે ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં લખતરના ગાંગડ ગામના બસ સ્ટેશન પાસેથી સુનીલ ધનજીભાઈ વડોદરીયા સ્ટીલના પાઈપ સાથે, ધ્રાંગધ્રાના બાવળી ગામેથી લાલજી માનસંગભાઈ કારેલીયા છરી સાથે, થાન મેઈન બજારમાંથી દેવજી મનજીભાઈ ચાવડા લાકડી સાથે, લખતરના દેવળીયા ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસેથી લખતરના મફતીયાપરામાં રહેતો કેશવ ઉર્ફે ટકીયો મનજીભાઈ સારોલા છરી સાથે, વઢવાણ તાલુકાના ખોલડીયાદ-મુંજપર રોડ પર હનુમાનજીના મંદિર પાસેથી રતનપર સુધારા પ્લોટમાં રહેતો હનીફ ઉર્ફે વીંછી ઉસ્માનભાઈ ભટ્ટી છરી સાથે ઝડપાયો હતો. આ તમામ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










