સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચૂડા પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. વધુમાં મળતી માહિતી મુજબ, ચુડા શહેરમાં આવેલા એક સ્પામાં કામ કરતી બાંગ્લાદેશી યુવતીની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે લીંબડી-ધંધૂકા રોડ પર ચાલતા કૂટણખાના સંબંધિત સ્થળ પરથી વધુ એક બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બંને મહિલાઓ પાસે ભારત દેશમાં કાયદેસર રહેવા માટેના જરૂરી દસ્તાવેજો ન હોવાનું સામે આવતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. બંને મહિલાઓ વિરુદ્ધ વિદેશી નાગરિકોને લગતા કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મહિલાઓ ભારતમાં કેવી રીતે પ્રવેશી, કેટલા સમયથી અહીં રહેતી હતી અને અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી









