સાયલા તાલુકાના વડીયા ગામના ભોગવોમાં કેટલાક તત્વો દ્વારા રેતીચોરી કરાતી હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસની ટીમે ઓચિંતો છાપો મારતાં ગેરકાયદે ખોદકામ કરતા ઈસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસ દ્વારા સ્થળ પરથી બે લોડર, એક ડમ્પર સહીત પચાસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ વિભાગને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે જવાબદાર ખનીજ વિભાગ ભૂમાફ્યિાઓ સામે ઘણા અંશે વામણું પુરવાર થતું હોવાની પરિસ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા ચાલુ વર્ષમાં જ બ્લેક્ટ્રેપ, કાર્બોસેલ, સિલીકા બાદ રેતીના ગેરકાયદે ખનન વહન પર અનેક દરોડા કર્યા છે ત્યારે ખાણ ખનીજ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: