પાટડીની પરિણીતાએ પતિ સામે નોંધાવેલી ફરીયાદ બાદ મામલતદારે જામીન લીધા હોવા છતાય પતિ અમદાવાદથી ફરીથી પાટડી આવી પરણિતા અને એના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી મળતાં પરિણીતાએ પાટડી પોલીસને લેખીત અરજી કરી છે.


પાટડીની પ્રિયા વિશાલભાઇ દરજીને પતિ સહિતના સાસરીયા હેરાન કરતા હોવાની ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ જામીન લઇ મામલતદારે જામીન લીધા હતા. પરણિતા એ મૈત્રી કરાર કરેલા હોવાથી પાટડી યુવકના પરીવાર સાથે રહે છે. ત્યારે અમદાવાદથી વિશાલ દરજી પાટડી ફરીથી આવી પરિણીતાના ઘર પાસે આવી પરણિતા અને એની સાથે રહેતા યુવક બીટુ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પરિણીતાના ભાઇ જય સોલંકીને પણ ફોન કરી વિશાલ દરજીએ ધમકી આપી હતી. આમ કેસ ચાલતો હોવા છતાય અને અગાઉ લીધેલા જામીનનો ભંગ કર્યો હોવાથી પ્રિયા દરજીએ કાયદેસરની કાર્યવાહી કરી ન્યાયની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: