લખતરમાં રહેતો યુવાન શિવમ સુરતી માંજાની ડુપ્લીકેટ દોરી વેચતો હતો. આ અંગે કંપનીના નડીયાદ રહેતા માલીકે પોલીસને સાથે રાખી તપાસ કરી રૂ. 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જયારે નકલી સ્ટીકર, હોલગ્રામ આપનાર અમદાવાદના શખ્સ સહિત બન્ને સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ખેડા જિલ્લાના નડીયાદના અમનપાર્કમાં મયુરભાઈ મહેશભાઈ છત્રીવાલા રહે છે. તેઓ છેલ્લા 15 વર્ષથી શિવમ સુરતી માંજાનું ઉત્પાદન અને વેચાણ કરે છે. જેનો તેઓએ કોપીરાઈટ કરેલ છે અને ટ્રેડમાર્ક લીધેલ છે. થોડા દિવસો પહેલા તેઓને લખતરમાં શિવમ સુરતી માંજાનું ગેરકાયદેસર વેચાણ થતુ હોવાની વિગતો મળી હતી. જેમાં તેઓએ ફોન કરતા લખતરના શીયાણી દરવાજા પાસે રહેતો પાર્થ પંકજભાઈ જયસ્વાલ આ વેચાણ કરતો હોવાથી તેને માલના વેચાણ વિશે વાત કરતા તેણે જોઈએ તેટલો માલ મળી જશે તેમ કહ્યુ હતુ. આથી મયુરભાઈ અને તેમના મીત્ર જયેશ ઠુમ્મરે 600 ફીરકીનો ઓર્ડર આપીને 10 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જયારે તા. 19-12ના રોજ મયુરભાઈ લખતર આવ્યા હતા. લખતર પોલીસને આ બાબતની સમજ આપીને પોલીસ કર્મી રાજુભાઈ કુશપરા સહિતનાઓને સાથે રાખી શીયાણી દરવાજે 26 વર્ષીય પાર્થ પંકજભાઈ જયસ્વાલની તપાસ કરાઈ હતી. જેમાં તેની પાસેથી રૂપીયા 1,48,246નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછ કરતા શિવમ સુરતી માંજાના નકલી હોલોગ્રામ, સ્ટીકર, કસ્ટમરકેર નંબર વગેરે તે અમદાવાદના કાલુપુરમાં રહેતા રફીક નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે લખતર પોલીસ મથકે કોપીરાઈટ ભંગનો ગુનો નોંધાયો છે. રફીકને ઝડપી લેવા વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: