થાનની પ્રજાપતી પોટરી પાસે અને સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં પોલીસે દારૂની રેડ કરી હતી. જેમાં 2 આરોપીઓ રૂપીયા 1,94,600ના દારૂ-બીયર સાથે પકડાયા હતા. આ બન્ને શખ્સોને દારૂ આપનાર સહિત ચારેય સામે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ આરંભી છે.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફના પ્રવીણ કોલા, કુલદીપ બોરીચા સહિતનાઓને થાનની પ્રજાપતી પોટરી પાસે રહેતો રફીક અબ્દુલભાઈ મોટલાણી તેના ઘરે વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં રફીક મોટલાણી વિદેશી દારૂની નાની-મોટી બોટલો અન બીયર સહિત રૂપીયા 1.61 લાખની મત્તા સાથે ઝડપાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ વિનોદ ઉર્ફે લોઢણ રામજીભાઈ ચાવડા તેના ઘરે મુકી ગયો હોવાનું જણાવ્યુ હતુ. આથી થાન પોલીસ મથકે બન્ને સામે ગુનો નોંધાતા વિનોદ ચાવડાને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ એ.સી.ચાવડા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પીએસઆઈ બી.કે.મારૂડા, ધનરાજસિંહ વાઘેલા, વિજયસિંહ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન શહેરના કૃષ્ણનગરમાં રહેતો સીધ્ધરાજ ગણપતભાઈ ચાવડા તેના રહેણાક મકાને દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સીધ્ધરાજ ચાવડા દારૂની વીવીધ બ્રાન્ડની 26 બોટલો કિંમત રૂપીયા 33,600 સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછમાં આ દારૂ રાધે ટેર્નામેન્ટમાં રહેતો રવિરાજ ઉર્ફે ભાણુ જાડેજા વેચાણ અર્થે આપી ગયો હોવાનું ખુલતા બન્ને સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રવિરાજ જાડેજાને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.










