હળવદ ભાજપના બે નેતાઓની અપશબ્દોના આદાનપ્રદાન સાથેની ઓડીયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. એમાં બે ભાજપના જ પીઢ નેતાઓ વાતચીત કરી રહયા છે અને ત્રીજા નેતાને અપશબ્દો બોલી રહયા હોય અને એમને ટોણા મારી રહયા હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં રાજકીય માહોલ ગરમાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવદ વર્ષોથી રાજકીય ક્ષેત્રે ખુબ અટપટુ રહેલુ છે. ધારાસભ્ય હળવદના નેતાઓના ખીસ્સામાં રહે એવી રીતે કામગીરી કરે તો સીધુ બાકી અનેક પ્રકારની અડચણો ઉભી થતી હોય છે. એવામાં હાલ હળવદના ભાજપના બે નેતાઓ વલ્લભભાઇ પટેલ અને ઘનશ્યામભાઇ ગોહિલનો વાતચીત કરતો કથીત ઓડીયો વાયરલ થયો છે. જેમાં વલ્લભભાઇ પટેલ બોલી રહયા છે કે હું હોય ત્યારે જ તમે કેમ એનું બોલી રહયા છે પણ એને મારો હળવદમાં નો ગરવા દેશો પણ હુ હોયુ ત્યારે જ કેમ બોલો છો ઘનશ્યામભાઇ આવી વાત કરી રહયા છે. ઘનશ્યામભાઇ ગોહિલ સામે વલ્લભભાઇને કહી રહયા છે કે તું તાણતો નહી તને પણ પાપ થશે મને કવાડીયા સાહેબ અને રજનીભાઇને પાપી કીધા એની ચૂંટણીમાં પાપ કર્યુ ? આ ઓડીયો કલીપ વાયરલ થયા બાદ બંને વચ્ચેનો વાતચીત થાય છે. એમાં ધારાસભ્ય સામે ટોણા મારી રહયાનો વિસ્તારમાં ગણગણાટ ચાલી રહયો છે. કારણ કે હાલ ધારાસભ્ય સામે પૂર્વ મંત્રી કવાડીયા, ઘનશ્યામભાઇ ગોહિલ અને રજનીભાઇ સંઘાણીનું ભાજપનું જ ગ્રુપ ધારાસભ્યની વિરૂધ્ધમાં મેદાનમાં હોય એવુ લાગી રહયુ છે. ત્યારે આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. એવા સમયે જ કથીત રીતે ભાજપના જ બે નેતાઓ વચ્ચે વાતચીત કરતો એમા ભાજપના જ નેતાને અપશબ્દો આપતી વાતચીત અને ત્રણ નેતાઓને પાપી કીધા આ બધુ સામે આવતા હળવદ વિસ્તારમાં ભારે રાજકીય માહોલ ગરમાયો છે. સાથે સાંસદ પણ ફોન નહી ઉપાડતા હોવાનો પણ ભાજપના જ વલ્લભભાઇ પટેલ બળાપો ઠાલવી રહ્યા છે. હવે મોરબી કે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કે પ્રદેશ ભાજપ દ્વારા ઘીના ઠામમાં ઘી રેડી દેવામાં સફળતા મળે છે કે પછી આ આગ વધારે પ્રસરે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો