સુરેન્દ્રનગર સબ જેલમાં ચેક રીટર્ન કેસમાં અમદાવાદના સચીન ટાવરમાં રહેતો હેમંત રોહીતભાઈ પરીખ સજા ભોગવતો હતો. ગત ઓકટોબર માસના અંતમાં તે અઠવાડીયાની પેરોલ પર જેલમાંથી મુકત થયો હતો. જેમાં તેને તા. 3-11ના રોજ સુરેન્દ્રનગર સબ જેલમાં હાજર થવાનું હતુ. પરંતુ હેંમત પરીખ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. આ અંગેની વિગતો રાજકોટ રેન્જની ટીમને મળી હતી. જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અજયસિંહ ઝાલા, વિજયસિંહ પરમાર સહિતનાઓએ ફરાર હેમંત પરીખને સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ પરથી ઝડપી લઈ સુરેન્દ્રનગર સબ જેલ હવાલે કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો