ધ્રાંગધ્રા તાલુકાનાં કોઢ વિસ્તારમાંથી વીજલાઇન પસાર થઇ રહી છે ત્યારે ખેડૂતોએ યોગ્ય વળતર ચુકવવા માટે સતત વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શન સાથે માંગ કરી કરી હતી.એવામાં સરકારે હાલ ખેડૂતોની માંગણી બાદ જંત્રી નહી પણ માર્કેટ કિમત પ્રમાણે વળતર સહિતની વળતર ચુકવવા માટે જાહેરાત કરી છે.પરંતુ આ જાહેરાત બાદ કોંઢના શકિતસિંહ ઝાલા સહિતના ખેડૂતોએ વિવિધ માંગ સાથે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.જેમાં 2024 ના સમયના વિજલાઇન વળતરની માંગ વાળા ખેડૂતોનો સમાવેશ કરવા,માર્કેટભાવ પ્રમાણે 200 ટકાના બદલે રાજસ્થાન પોલીસી પ્રમાણે 400 ટકા વળતર ચુકવવા અને ટાવર માટે એકચોરસ મીટરના ભાવ નકકી થાય એના 400 ટકા મુજબ જે ભાવ નકકી થાય એના ત્રીસ ટકા વળતર ચુકવવા સહિતની ખેડૂતોએ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.હવે સરકારે જંત્રીના બદલે માર્કેટ ભાવના 200 ટકા ચુકવવાની જાહેરાત કરી છે ત્યારે ખેડૂતોને રજૂઆત બાદ સરકાર શું કાર્યવાહી કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો