પાટડી : પાટડીના રાજપર ગામથી કામલપુરના જવાના ડામર રસ્તા ઉપર નાળુ બની રહયુ છે.આ નાળાનું ગામ શરૂ થયુ ત્યારથી જ ગુણવતા વગરનું કામ થતુ હોવાની લોકો ફરીયાદ કરી રહયા છે.ટેન્ડર મુજબ કામ નહી થતુ હોવાનું અને સિમેન્ટ કોન્ક્રીંટનો માલ ગુણવતા વાળો અને પુરતો નહી વાપરતા હોવાનું પણ લોકો જણાવી રહયા છે.બીજી તરફ નાળાની બાજુમાં અવર જવર માટે બનાવેલુ ડાયવર્ઝન પણ નિયમ મુજબ બનાવવાના બદલે કાચો રસ્તો હોય એવુ બનાવી દીધુ છે.ત્યારે સામાન્ય વરસાદ થયો એ સમયે અનેક લોકો કાચા ડાયવર્ઝનના કારણે મુસ્કેલીમાં મુકાયા હતા અને સ્લીપ ખાવાની પણ ઘટના બની હતી.જેથી આ ગંભીર મામલે તાત્કાલીક ડી.ડી.ઓ.અને નાયબ કાર્યપાલક ઇજનેર આ નાળાના કામની અને ડાયવર્ઝનની તપાસ કરી કોન્ટ્રાકટર અને બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારી સ્ટાફ સામે કડકમાં કડક કાર્યવાહી કરે એવી લોકોની માંગ ઉઠી છે.

Gandhinagar news: રાજ્યના 19 જિલ્લાના 323 કેન્દ્રો પર GPSCની પરીક્ષા યોજાશે









