ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણાની સુચનાથી મુળી મામલતદાર સંદીપસિંહ ઝાલા સહિતનાઓએ બાતમીને આધારે મુળી તાલુકાના સરલા ગામની સીમમાં રેડ કરી હતી. જેમાં સરકારી જમીનમાં કાચી માટીનું ગેરકાયદેસર ખનન કરાતુ હતુ. જેમાં હીટાચી મશીન અને ડમ્પર સહિત રૂપીયા 77 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે. આ બન્ને વાહનોના માલીક સરલાનો રણછોડ હાજાભાઈ ખાંભલા હોવાનું સામે આવ્યુ છે. આ અંગે તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
