દસાડાના ઝીંઝુવાડા અને વઢવાણના કોઠારીયા-મેમકા રોડ પર પોલીસે જુગારની બાતમીને આધારે દરોડા કર્યા હતા. જેમાં 9 શખ્સો કુલ રૂ. 74,600ની મત્તા સાથે પકડાયા છે.
પાટડી ડીવાયએસપી સ્કવોડને દસાડાના ઝીંઝુવાડા ગામે લીંબડાના ઝાડ નીચે રમાતા જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસે જુગાર રમતા રમીલાબેન ગોપાલભાઈ બાબરીયા, અજયસિંહ જીતુભા ઝાલા અને રઝાક દાવલભાઈ ઘાંચીને રોકડા રૂ. 51,500, 2 મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા. દરોડામાં ભરતસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કીશનસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા, ગોવિંદસિંહ પ્રવિણસિંહ ઝાલા, ગીરીબાપુ પાટડીવાળા અને હસો નામનો શખ્સ ફરાર થઈ ગયા હતા. આ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર શખ્સોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરાઈ છે. જયારે વઢવાણ પોલીસના આર.એમ.જોગરાણા, એસ.વી.કલોતરા સહિતનાઓને વઢવાણ તાલુકાના કોઠારીયા-મેમકા રોડ પર કેનાલ પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મોહસીન મહમદભાઈ શેખ, ફીરોઝ સલીમભાઈ દલાણી, ચેતન ગોપાલભાઈ ખરગીયા, હકુ છગનભાઈ જાદવ, પ્રકાશ મંગાભાઈ વાઘેલા અને વીનુ વજાભાઈ હણ રોકડા રૂ. 13,100 સાથે પકડાયા છે.
