થાન પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરી ડામવા મામલતદારની ટીમે રવિવારે રાત્રે તાલુકાના તરણેતર અને જામવાળી વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ.


જેમાં ડમ્પર, જેસીબી, ટ્રેકટર, જનરેટર, કમ્પ્રેશર સહિત રૂપીયા 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તરણેતર ગામે તો ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા ગેરકાયદેસર ખનન કરાતુ હોવાનું સામે આવ્યુ છે.

ઝાલાવાડમાં ખનીજ માફીયાઓ બેલગામ બન્યા છે. તાજેતરમાં થાનના ભાડુલા વિસ્તારમાં ચેકીંગમાં ગયેલ મામલતદારની ટીમ પર હુમલાનો બનાવ બન્યો હતો. ત્યારબાદ જિલ્લામાં ખનીજ ચોરી પર તવાઈ શરૂ થઈ છે. નાયબ કલેકટર ચોટીલા અને થાન મામલતદારની ટીમ ઠેરઠેર દરોડા કરી રહી છે. હજુ શનીવારે જ ચોટીલાના વાવડી અને થાનના સોનગઢ ગામે રેડ થઈ હતી. ત્યારે રવીવારે રાત્રે નાયબ કલેકટર એચ.ટી.મકવાણાની સુચનાથી થાન મામલતદાર નીલેશ પટેલ સહિતની ટીમે તાલુકાના તરણેતર અને જામવાળી ગામે ગેરકાયદેસર ખનન પર દરોડા કર્યા હતા. જેમાં તરણેતર ગામે સરકારી ખરાબામાંથી સફેદ માટીનું ખનન ધ્યાને આવ્યુ હતુ. આ ખનન તરણેતર ગ્રામ પંચાયતના સદસ્ય વાઘાભાઈ વાલજીભાઈ સારદીયા દ્વારા કરાવાતુ હોવાનું સામે આવ્ય છે. બીજી તરફ જામવાળી ગામે પણ રેડ કરાઈ હતી. બન્ને સ્થળેથી 2 ટ્રેકટર, જનરેટર, કમ્પ્રેશર, ડમ્પર, જેસીબી સહિત રૂપીયા 60 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: