થાનગઢ વિસ્તારમાં ખનીજમાફીયા ઉપર તવાઇ બોલાવતા મામલતદાર અને પી.આઇ.ની ટીમે ત્રણ અલગ ટ્વઅલગ જગ્યાએ રેડ કરી કાર્બોસેલ અને માટીની ખનીજચોરી ઝડપી એક કરોડ રૂપીયાની કિમતનો મુદમાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામાં ખનીજમાફીયાઓ ઉપર સતત તવાઇ બોલાવાતી હોવા છતાય ખનીજચોરી ચાલુ રહેતી હોવાથી થાનગઢ વિસ્તારમાં તંત્ર સતત કાર્યવાહી કરી રહયુ છે.ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાના માર્ગદર્શન હેઠળ થાનગઢ મામલતદાર નિલેશ પટેલે વીજળીયાની સીમમાંથી ગેરકાયદેસર ખનીજચોરી કરતુ એક ટ્રેકટર જનરેટર સાથે ઝડપી લીધુ હતુ અને મનડાસરની સીમમાંથી પણ માટીની ખનીજચોરી ઝડપી લઇ હિટાચી,ટ્રેકટર,જનરેટર સહિત 71.20 લાખનો મુદમાલ જપ્ત કરાયો હતો.બીજી તરફ થાનગઢ પી.આઇ.ટી.બી.હિરાણીએ ખાખરાળી ગામની સીમમાંથી 5 કુવામાંથી કાર્બોસેલની ખનીજચોરી ઝડપી એક ટ્રેકટર ટ્રોલી,જનરેટર,ચરખી અને 40 ટન કાર્બોસેલ સહિતનો મુદમાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.આમ થાનગઢમાં ડેપ્યુટી કલેકટર,મામલતદાર અને પોલીસ દ્વારા ખનીજમાફીયાઓ ઉપર સતત તવાઇ બોલાવતા ખનીજમાફીયાઓમાં દોડધામ મચી ગઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: