સુરેન્દ્રનગર શહેરના જુના જંકશન રોડ, થાનના મફતીયાપરા અને ચોટીલાના ભીમગઢમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 14 શખ્સો રોકડ, મોબાઈલ સહિત રૂ. 36,460ની મત્તા સાથે પકડાયા છે. સુરેન્દ્રનગરના જુના જંકશન રોડ પર ગુડદી પાસાના જુગારની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે રેડ કરી હતી. જેમાં અજય હનુભાઈ કણઝરીયા, વિજય હનુભાઈ કણઝરીયા, નરશી લક્ષ્મણભાઈ સરવૈયા, વિનુ અરજણભાઈ મેટાળીયા, હિતેશ નટુભાઈ પરમાર, વલ્લભ રઘુભાઈ રોજાસરા, રામસીંગ હરજીભાઈ મકવાણા, શંભુ રાયસંગભાઈ પીત્તળીયા, કેશીંગ ભીખાભાઈ સારલા અને રજાક ઉશનામભાઈ જુમાણી રોકડા રૂ. 13,400, 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 30,700ની મત્તા સાથે પકડાયા છે. જયારે થાનના મફતીયાપરામાં આવેલ શાળા પાસે જાહેરમાં જુગાર રમતા પ્રવિણ રામાભાઈ સોલંકી, અશોક માલાભાઈ પરમાર અને નરેન્દ્ર ઉર્ફે લાલો ગોવિંદભાઈ પરમાર રોકડા રૂ. 5450 સાથે પકડાયા છે. બીજી તરફ ચોટીલાના ભીમગઢ ગામે આવેલ શિતળા માતાજીના મંદિર પાસેથી ભીમગઢનો અરવિંદ ઉર્ફે કાળુ ઠાકરશીભાઈ ઝાંપડીયા રોકડા રૂ.310 સાથે વરલી મટકાનો જુગાર રમતો ઝડપાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો