સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ, મુળીના ભેટ, સુરેન્દ્રનગરના મેલડીપરા અને પતરાવાળી ચોકમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 11 જુગારીયાઓ રોકડ, મોબાઈલ સહિત રૂપીયા 40,370ની મત્તા સાથે પકડાયા છે. ભેટ ગામે થયેલ દરોડામાં 1 આરોપી ફરાર થઈ ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી શાખાની ટીમના એમ.પી.ઝાલા, દશરથભાઈ સહિતનાઓને ધ્રાંગધ્રાના ગોપાલગઢની સીમમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સતીશ ધનજીભાઈ પટેલ, હરેશ ભરતભાઈ પલાણી, જયંતી ત્રીભોવનભાઈ લુહાર, વિષ્ણુ ખીમાભાઈ ગોહીલ અને વિક્રમ વેરશીભાઈ ભડાણીયા રોકડા રૂપીયા 30,370, રૂપીયા 10 હજારના 2 મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 40,370ની મત્તા સાથે પકડાયા છે. જયારે મુળી તાલુકાના ભેટ ગામે રામજી મંદિર પાસે રમાતા જુગાર પર પોલીસે રેડ કરી હતી. જેમાં વિના સોમાભાઈ સાપરા, વીના નરશીભાઈ સાપરા, કાળુ ભોપાભાઈ સાપરા, મુના પ્રભુભાઈ શીયાળ રોકડા રૂપીયા 10,120 સાથે પકડાયા હતા. આ દરોડામાં હરી સગરામભાઈ સાપરા ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે.એસ.ગાબુ ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના મેલડીપરામાંથી જયેશ રાજેશભાઈ વણપરા રોકડા રૂપીયા 220 સાથે, સુરેન્દ્રનગર પતરાવાળી ચોકમાંથી રીવરફરન્ટ રોડ પર રહેતો રઝાક ઉર્ફે લીંબુ ઉસ્માનભાઈ જામ રોકડા રૂપીયા 170 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયા છે.