સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુર બહારમાં ખીલ્યો છે. ત્યારે પોલીસ પણ ઠેરઠેર દરોડા કરી જુગારીયાઓના મનસુબા પર પાણી ફેરવી રહી છે. જેમાં પોલીસે જિલ્લાના મુળી, વઢવાણ, ચોટીલા ગ્રામ્ય અને જોરાવરનગરમાં 6 દરોડા કરી 36 જુગારીયાઓને રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂપીયા 1,85,800ની મત્તા સાથે ઝડપી લીધા છે. મુળીના નાળધ્રી અને ગઢડાની રેડમાં પોલીસ 7 જુગારીયાઓની તપાસ કરી રહી છે.સુરેન્દ્રનગર એલસીબી ટીમે મુળીના ગઢડા ગામે જુગાર રમતા જેરામ કુકવાવા, રમણીક ઉદેશા, સુરેશ વણપરા, વીના પટેલીયા, રણુ કરપડા અને ભરત કરપડા રોકડા રૂપીયા 41 હજાર, 2 મોબાઈલ, 2 બાઈક સહિત રૂપીયા 96 હજારની મત્તા જપ્ત કરાઈ હતી. રૂપીયા 1 હજાર ભાડેથી જુગાર રમવા જગ્યા આપનાર સુરેશ કાળુભાઈ કુમખાણીયા સહિતનાઓ સામે મુળી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જયારે વઢવાણ તાલુકાના રામપરા ગામે એલસીબી ટીમે રેડ કરી રસીક કોડીયા, જશવંત ચૌહાણ, મહેશ આંકવીયા, ઘનશ્યામ કાંજીયા, જયેશ ઉર્ફે બાબુ કુમાદરા અને મહેશ થરેશાને રોકડા રૂપીયા 17,700, 4 મોબાઈલ સહિત રૂપીયા 37,700ની મત્તા સાથે ઝડપી લીધા છે. બીજી તરફ મુળીના નાળધ્રી ગામે વિજય દુધરેજીયા, વેરશી નંદેસરીયા, મહેશ ગેલડીયા, બાબુ ગેલડીયા, ભગવાન ગેલડીયા, બટુક ગેલડીયા અને પરસોત્તમ ગેલડીયા જુગાર રમતા રોકડા રૂપીયા 11,410 સાથે પકડાયા છે. આ દરોડામાં રણજીત ગેલડીયા, વિક્રમ ગેલડીયા, નરશી ગેલડીયા, જસમત વાળંદ, દેવરાજ ગેલડીયા અને બળદેવ ગેલડીયા ફરાર થઈ ગયા છે. આ ઉપરાંત મુળીના પલાસા ગામેથી મેહુલ સારલા, કાળુ ફીસડીયા, વરસીંગ ફીસડીયા, વનરાજ મોલડીયા, જગમાલ મોલડીયા, પંકજ સીતાપરા અને કાયદાના સંઘર્ષમાં આવેલ ર સગીર સહિત 8 જુગારીયાઓ રોકડા રૂપીયા 6150, મોબાઈલ સહિત રૂપીયા 26,150ની મત્તા સાથે પકડાયા છે. અને ચોટીલા તાલુકાના દેવપરા ગામે બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં જુગાર રમતા જસમત હદાણી, હરજી બાવળીયા, હેમંત સાંકળીયા અને કુરજી બાવળીયા રોકડા રૂપીયા 1290 સાથે આણંદપુર પોલીસના હાથે પકડાયા છે. તથા જોરાવરનગર વણકર સમાજની વાડી પાસે જુગાર રમતા અજીત સોલંકી, માવજી મકવાણા, નરેશ પરમાર, હરપાલ સોલંકી અને દીપક સોલંકી રોકડા રૂપીયા 17,750 સાથે પકડાયા છે.
