રાજકોટમાં નોંધાયેલા પોકસોના ગુનાનામાં મુળ લીંબડીનો યુવાન જેલવાસ ભોગવતો હતો. જેમાં વર્ષ 2023માં તે 16 દિવસના વચગાળાના જામીન પર મુકત થઈ ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સાયલાના સુદામડા રોડેથી પકડી પાડયો છે.


રાજકોટના પ્રહલાદનગર પોલીસ મથકે વર્ષ 2020માં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો કેસ પોકસોની કલમો સાથે નોંધાયો હતો. આ કેસના આરોપી મુળ લીંબડીના ચુનારાવાડમાં રહેતા સંજય લાભુભાઈ સુરેલાને કોર્ટે સજા ફટકારી હતી. જેમાં તે રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. આરોપીએ વચગાળાના જામીન પર મુકત થવા કોર્ટે તા. 26-4-23થી 11-5-23 સુધીના 16 દિવસના વચગાળાના જામીન પર મુકત કર્યો હતો. જેમાં તા. 11-5-23ના રોજ કોર્ટમાં હાજર થવાના બદલે તે ફરાર થઈ ગયો હતો. આ અંગેની વિગતો સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. જેમાં પેરોલ ફર્લો ટીમના શકિતસિંહને આ શખ્સ સાયલામાં કુલદીપ આંકડીયા નામ ધારણ કરીને રહેતો હોવાનું તથા ડમ્પર ડ્રાઈવીંગ કરતો હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફના પીએસઆઈ જે.વાય.પઠાણ, એન.એ.રાયમા, મુનાભાઈ સહિતનાઓએ વોચ રાખી હતી. અને સાયલાના સુદામડા રોડેથી 3 વર્ષથી ફરાર સંજય સુરેલાને ઝડપી લીધો હતો. આ શખ્સને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: